રાહુલ- મોદીનું 'ઓપરેશન ગુજરાત'

ગુજરાતની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કેવી રીતે પ્રચાર કરી રહ્યાં છે. જુઓ તસવીરોમાં.

ભાજપની જાહેરસભા

ઇમેજ સ્રોત, BJP TWITTER

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદીએ રેલીને સંબોધિત કરતા કહ્યું, "આજે કેટલાક લોકો સોમનાથને યાદ કરી રહ્યા છે, મારે તેમને પૂછવું છે કે શું તમે ખરેખર ઇતિહાસ ભૂલી ગયા છો? તમારા પરિવારના સભ્યો, આપણા પહેલા વડાપ્રધાને ત્યાં એક મંદિર બનવાના વિચારથી ખુશ ન હતા."
ભાજપની જાહેરસભા

ઇમેજ સ્રોત, TWITTER BJP

ઇમેજ કૅપ્શન, ગુજરાતનાં મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જનસંઘ અને ભાજપે મોરબીના લોકોનો હંમેશા સાથ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે 'જ્યારે મોરબીમાં ઇંદિરાબહેન આવ્યાં હતાં તો દુર્ગંધનાં પગલે તેમણે નાક આડે રૂમાલ મૂ્ક્યો હતો. પરંતુ જનસંઘ અને RSS માટે મોરબીના રસ્તામાં સુગંધ ફેલાયેલી છે, તે માનવતાની સુગંધ છે.'
વડાપ્રધાન મોદીની રેલી

ઇમેજ સ્રોત, BJP TWITTER

ઇમેજ કૅપ્શન, મોદીએ રેલીમાં કહ્યું, "હું જોઈ શકું છું કે કેટલી મહિલાઓ અમને આશીર્વાદ આપવા આવી છે. જો કોઈ સરદાર પટેલ ન હોત, તો સોમનાથમાં મંદિર બનવું શક્ય ન થયું હોત."
સંબોધન કરતા વડાપ્રધાન મોદી

ઇમેજ સ્રોત, BJP TWITTER

ઇમેજ કૅપ્શન, પ્રાચીમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ પ્રચાર અભિયાનનો મારો બીજો દિવસ છે. મેં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની યાત્રા કરી છે. અહીંના લોકોમાં ઉત્સાહ ઉલ્લેખનીય છે.
મંદિરમાં રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, INC TWITTER

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીની મંદિરની મુલાકાત પર કહ્યું કે તેમના નાના જવાહરલાલ નહેરુએ સોમનાથ મંદિર જવાની ના કહી દીધી હતી.
સંબોધન કરતા વડાપ્રધાન મોદી

ઇમેજ સ્રોત, BJP TWITTER

ઇમેજ કૅપ્શન, બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાબડતોડ રેલીઓ થઈ રહી છે. બુધવારના રોજ વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્રમાં રેલીઓ કરશે.
મંદિરમાં રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, INC TWITTER

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીના મંદિર જવા પર ભાજપ કટાક્ષ કરી રહી છે. ભાજપનું કહેવું છે કે રાહુલનું મંદિર જવું એ કોંગ્રેસનું સ્વાભાવિક આચરણ નથી.
મંદિરમાં રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, INC TWITTER

ઇમેજ કૅપ્શન, ગુજરાતની ચૂંટણીમાં રાહુલ ગાંધી તેમના ચૂંટણી અભિયાન દરમિયાન ઘણી વખત મંદિરોની મુલાકાત લેતા નજરે પડ્યા છે.
મંદિરમાં રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, INC TWITTER

ઇમેજ કૅપ્શન, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરમાં જળાભિષેક કરી દર્શન કર્યા હતા.
રેલીમાં રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, INC TWITTER

ઇમેજ કૅપ્શન, સોમનાથમાં લોકોનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા. તેની પહેલા જ તેઓ સોમનાથ મંદિરના દર્શને ગયા હતા.