7.3 કિલોના બાળકનો જન્મ, વધુ વજનવાળાં બાળક થાય એ ખતરારૂપ?

ઇમેજ સ્રોત, DISCLOSURE/SES-AM
- લેેખક, ઍડમ ટેલર
- પદ, બીબીસી ન્યૂઝ

- બ્રાઝિલમાં તાજેતરમાં સાત કિલોગ્રામ કરતાં વધુ વજન ધરાવતા બાળકનો જન્મ થયો હતો
- આ ઘટના સામે આવતાં જ ફરી એ વાતની ચર્ચા શરૂ થઈ હતી કે વધુ વજનવાળું બાળક પેદા થાય એ સારી બાબત છે કે ખરાબ?
- વધુ વજનવાળાં બાળકો કેમ પેદા થતાં હોય છે?

બ્રાઝિલમાં એક મહિલાએ હાલમાં જ 7.3 કિલો વજન અને 59 સેન્ટિમીટર લાંબા બાળકને જન્મ આપ્યો છે. એંગર્સન સેંટોસ નામના આ બાળકનો જન્મ સી-સૅક્શન દ્વારા બ્રાઝિલના પરંતાન્ઝ શહેરની પાદ્રે કોલંબો હૉસ્પિટલમાં થયો છે.
વિશ્વના સૌથી વજનદાર બાળકનો જન્મ વર્ષ 1955માં ઈટાલીમાં થયો હતો અને તેનું વજન 10.2 કિલો હતું.
સામાન્ય રીતે જન્મસમયે એક સામાન્ય નવજાત છોકરાનું વજન 3.3 કિલોગ્રામ અને છોકરીનું વજન 3.2 કિલોગ્રામ હોય છે.
એ સ્વસ્થ અને વધુ વજનવાળાં બાળકોના જન્મને મૅક્રોસોમિયા કહેવાય છે, આ એક લૅટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે ‘મોટું શરીર.’
ચાર કિલોગ્રામ કરતાં વધુ વજન ધરાવતા ગમે તે નવજાત બાળકને મૅક્રોસોમિક શિશુ માનવામાં આવે છે પછી ભલે તે ગર્ભમાં ગમે તેટલા સમય સુધી રહ્યું હોય.
સમગ્ર વિશ્વમાં પેદા થનારાં બાળકોમાંથી 12 ટકા મૅક્રોસૉમિક્સ હોય છે.
આ બાળકોને પેદા કરનારાં મહિલાઓમાં ગર્ભ દરમિયાન ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરની બીમારી હોય છે. તેમાંથી 15થી 45 ટકા મહિલાઓને આવાં બાળકો પેદા થાય છે.

આવું કેમ થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઘણાં કારણોને લીધે વજનદાર બાળક પેદા થવાનો ખતરો વધી જાય છે, જેમાંથી એક કારણ શરીરનું વજન છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સ્થૂળતાથી ગ્રસ્ત મહિલાઓને વધુ વજનદાર બાળકો પેદા થવાની સંભાવના વધુ હોય છે.
આવી જ રીતે, ગર્ભાવસ્થા દરમિયાન વજન ખૂબ વધી જવાથી પણ મૅક્રોસોમિયાનો ખતરો વધી જાય છે. આવી જ રીતે ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ થવો એ પણ ખતરાનો સંકેત છે.
પાદ્રે કોલંબો હૉસ્પિટલના ડૉક્ટરો પ્રમાણે, એંગર્સનનું વજન અને લંબાઈ વધુ હોવાનું કારણ તેનાં માતાને ડાયાબિટીસની બીમારી હતી.
ગર્ભાવસ્થા દરમિયાન માતામાં ઇન્સુલિન પ્રતિરોધની ક્ષમતા વધી જવાના કારણે પણ આ સ્થિતિ સર્જાય છે.
જે મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ નથી હોતો, તેઓમાં પણ ઇન્સુલિન પ્રતિરોધની ક્ષમતા વધી જાય છે જેના કારણે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે. તે ફીડિંગ ટ્યૂબના માધ્યમથી ભ્રૂણ સુધી પહોંચે છે. આના કારણે ભ્રૂણ જરૂરિયાત કરતાં વધુ વધી જાય છે.
મહિલાઓમાં મોડો ગર્ભ રહેવો પણ મૅક્રોસોમિક બાળકને જન્મ આપવાના ખતરાને વધારે છે.
35 વર્ષ કરતાં વધુ ઉંમરનાં મહિલાઓમાં મૅક્રોસોમિક બાળક થવાની સંભાવના 20 ટકા વધુ હોય છે. આવી પરિસ્થિતિમાં બાળકના પિતાની ઉંમર પણ મહત્ત્વપૂર્ણ હોય છે.
જો પુરુષનું આયુષ્ય 35 વર્ષ કરતાં વધુ હોય તો આવી સ્થિતિમાં પણ મૅક્રોસોમિક બાળકોને જન્મ આપવાની સંભાવના 10 ટકા વધી જાય છે.
આ રીતે જો કોઈ મહિલા પહેલાં પણ બાળકને જન્મ આપી ચૂકી છે, તો તેને ભવિષ્યમાં થનારાં બાળકોમાં પણ મૅક્રોસોમિયાનો ખતરો વધી જાય છે.
આવી રીતે સામાન્યથી વધુ સમયમાં પેદા થનારાં બાળકમાં (એટલે કે 40 અઠવાડિયાં કરતાં વધુ, ખાસ કરીને ગર્ભાવસ્થાનાં 42 અઠવાડિયાં કે તેનાથી વધુ સમયમાં પેદા થનારાં બાળકમાં) પણ મૅક્રોસોમિયાનો ખતરો વધી જાય છે.
છોકરામાં મૅક્રોસોમિયાની સંભાવના વધુ હોય છે. છોકરીઓની સરખામણીએ છોકરા મૅક્રોસોમિક પેદા થવાની સંભાવના ત્રણ ગણી કરતાં વધુ હોય છે.

ગર્ભાવસ્થા દરમિયાન ખતરા

ઇમેજ સ્રોત, Getty Images
મૅક્રોસોમિયાવાળાં બાળકોએ તેમના આકારના કારણે જન્મની નળીમાંથી પસાર થવામાં મુશ્કેલી પડવાની સંભાવના વધુ હોય છે.
ઉદાહરણ તરીકે, બાળકના ખભા માતાના સાથળનાં હાડકાં પાછળ ફસાઈ જાય તે ખૂબ જ સામાન્ય બાબત છે. આના માટે મેડિકલમાં ‘શોલ્ડર ડિસ્ટોસિયા’ શબ્દનો ઉપયોગ કરાય છે.
ગર્ભાવસ્થા દરમિયાન જ્યારે બાળક ફસાઈ જાય છે ત્યારે તે શ્વાસ નથી લઈ શકતું અને માતાના ગર્ભાશય સાથે જોડાયેલી ભોજનની નળી સંકોચાઈ જાય છે.
આ સ્થિતિમાં બાળકની પાંસળી પણ ફ્રૅક્ચર થઈ શકે છે કે હાથમાં બ્રૅકિયલ પ્લેક્સસ નસોને નુકસાન પહોંચાડી શકે છે. ગંભીર મામલામાં બાળકને આવી સ્થિતિમાં સ્થાયી નુકસાન થઈ શકે છે.
બાળકના જન્મમાં શોલ્ડર ડિસ્ટોસિયાની ઘટનાનો દર લગભગ 0.7 છે, પરંતુ મૅક્રોસોમિક બાળકોમાં આ ઘટનાઓનો દર લગભગ 25 ટકા છે.
મૅક્રોસોમિયાથી પીડાતાં બાળકોનાં માતાઓમાં પ્રસૂતિ દરમિયાન વજાઇના ફાટવાનો ખતરો પણ વધી જાય છે, જે પોસ્ટ પાર્ટમ હેમરેજના ખતરાને વધારી દે છે.
સમગ્ર વિશ્વમાં પ્રસૂતિ દરમિયાન થનારાં મૃત્યુનું સૌથી મોટું કારણ પોસ્ટ પાર્ટમ હેમરેજ છે, કારણ કે બાળક જેટલું મોટું હશે, સામાન્ય પ્રસૂતિ સમયે વજાઇના ફાટવાનો ખતરો એટલો જ વધારે હશે.
નવજાત બાળકોમાં મૅક્રોસોમિયા લેબરના બીજા તબક્કામાં લાંબા સમય સુધી બાળક રહેવાનો ખતરો વધી જાય છે, આવી સ્થિતિમાં બાળકનું માથું માતાની વજાઇનામાં જતું રહે છે.
મૅક્રોસોમિક બાળકો વિશે એક વાત એ જે આપણે નથી જાણતા એ એ છે કે તેઓ આજીવન બીજાની સરખામણીએ મોટા જ રહે છે.
આ વિશે સીમિત આંકડા છે જેનાથી સ્વાભાવિક છે કે તેમનામાં સાત વર્ષની ઉંમરે વધુ વજન કે સ્થૂળતાગ્રસ્ત થવાના અને બાદમાં ટાઇપ 2 ડાયાબિટીસ થવાની સંભાવના છે.
આપણે ભવિષ્યમાં વધુ ‘વજનવાળાં અને મોટાં બાળકો’ પેદા થતાં જોઈ શકીએ છીએ, કારણ કે 1970ના દાયકા બાદ પેદા થનારાં બાળકોનું વજન પહેલાં પેદા થનારાં બાળકોની સરખામણીએ 450 ગ્રામ વધ્યું છે.
આ સિવાય સ્થૂળતાનો વધતો દરે જે મૅક્રોસોમિક બાળકો પેદા થવાનું પ્રમુખ કારક છે, એવી સંભાવના છે કે આપણે વધુ ‘વજનદાર’ બાળકો પેદા થતાં જોઈશું.
એડમ ટેલર બ્રિટનના લેંકેસ્ટર યુનિવર્સિટીમાં ક્લિનિકલ એનાટૉમી લર્નિગ સેન્ટરના પ્રોફેસર અને નિદેશક છે.
આ લેખ પહેલી વખત શૈક્ષણિક સમાચાર સાઇટ ધ કન્વર્સેશન પર પ્રકાશિત થયો હતો અને તેના ક્રીએટિવ કૉમન્સ લાઇસન્સ અંતર્ગત ફરી વાર પ્રકાશિત કરાયો છે.














